સુરતના સચીનમાં સીઆર પાટીલના હસ્તે ખાતમુહૂર્ત
પારડી કણદે પ્રાથમિક શાળા નંબર 367નું ખાતમુહૂર્ત
ખાતમુહૂર્ત સમયે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા
સુરત મહાનગર પાલિકા દ્વારા વિવિધ ઝોનમાં પ્રાથમિક શાળાઓ ખાતે નવા ભવનોની ખાતમુર્હુત વિધિ યોજાઈ રહી છે ત્યારે સુરતના સચીન ખાતે પણ કેન્દ્રીય જળ શક્તિ મંત્રિના હસ્તે ખાતમુર્હિત કરાયુ હતું.
સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં શિક્ષા વિભાગ દ્વારા વિવિધ ઝોનમાં પ્રાથમિક શાળાઓ ખાતે થનાર નવા ભવનોની ખાતમુહૂર્ત વિધિનો મુખ્ય સમારંભ સુરતની ઉધના ઝોન ટુ માં આવેલ કનકપુર ટીપી સ્કીમ નંબર 59 પ્લોટ નંબર 196 ખાતે પારડી કણદે પ્રાથમિક શાળા નંબર 367 ખાતે યોજાયો હતો. સચીન કનસાડ રોડ પર આવેલ પારડી કણદે ખાતે યોજાયેલ ખાતમુર્હુત વિધિ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ ની પ્રેરક ઉપસ્થિતિમાં મેયર દક્ષેશભાઈ માવાણીના પ્રમુખ સ્થાને યોજાઈ હતી. તો આ સમયે અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતાં.
