સંવિધાન દિવસ હોય બારડોલી ખાતે સુરત જિલ્લા ભાજપ દ્વારા ઉજવણી

Featured Video Play Icon
Spread the love

સંવિધાન દિવસ હોય બારડોલી ખાતે સુરત જિલ્લા ભાજપ દ્વારા ઉજવણી
સુરત જિલ્લા ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું…
સ્થાનિક ધારાસભ્ય ઈશ્વર પરમાર ની ઉપસ્થિતિ માં સંવિધાન પદયાત્રા નું પણ આયોજન…
જિલ્લા ભાજપ કાર્યાલય થી પદયાત્રા યોજી તલાવડી નજીક પોહચી…
જ્યાં બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

બારડોલી: દેશભરમાં આજે 26મી નવેમ્બરને ભારતના બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર દ્વારા રચિત સંવિધાનના માનમાં સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. આ અવસરે સુરત જિલ્લા ભાજપ દ્વારા બારડોલી ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડ અને સ્થાનિક ધારાસભ્ય ઈશ્વર પરમારની ઉપસ્થિતિમાં સંવિધાનની મહત્તા દર્શાવતી સંવિધાન પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા ભાજપ કાર્યાલયથી શરૂ થયેલી આ પદયાત્રા તલાવડી નજીક પહોંચી હતી, જ્યાં ઉપસ્થિત સૌ કાર્યકરો અને હોદ્દેદારોએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ ભરત રાઠોડે સંવિધાનના મહત્વ વિશે વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, સંવિધાન દિવસની ઉજવણીની શરૂઆત સને 2015માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા એસી સમાજ પ્રમુખ રાજેશભાઈ કટારીયા, જિલ્લા સંગઠન મહામંત્રીઓ રાજેશભાઈ પટેલ અને કિશનભાઈ પટેલ, તેમજ રાકેશભાઈ કંથારીયા, અશોકભાઈ રાઠોડ સહિત જિલ્લા, તાલુકા અને નગરના વિવિધ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી સંવિધાન દિવસની ઉજવણીમાં જોડાયા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *