વીએનએસજીયુ સ્પોર્ટ્સ કેમ્પસમાં નેશનલ પ્લેયર યુવતીની છેડતી, કોચ ઝડપાયો
વેસુમાં નેશનલ પ્લેયર યુવતી સાથે છેડતી કરનાર કોચની ધરપકડ
વીએનએસજીયુ કોચ દ્વારા છેડતી, યુવતીની ફરિયાદ બાદ ઝડપાયો આરોપી
સુરતના વીએનએસજીયુ સ્પોર્ટસ કેમ્પસમાં જુનિયર કોચે નેશનલ પ્લેયર યુવતિની છેડતી કરી અડપલા કર્યા હોય જે મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
સુરતમાં નેશનલ પ્લેયર યુવતીની છેડતી મામલો સામે આવ્યો છે. સુરતની વીએનએસજીયુ સ્પોર્ટ્સ કેમ્પસમાં તાલીમ આપનાર જુનિયર કોચે નેશનલ પ્લેયરને અડપલાં કર્યા હતા. અને તેણીએ પ્રેમ સંબંધ રાખવાનો ઈન્કાર કરતા મારી નાંખવાની ધમકી આપી હતી. જુનિયર કોચ અમિત શર્મા શારીરિક અડપલાં કરી પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતો હોય જેથી યુવતીએ વેસુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે વેસુ પોલીસે તાત્કાલિક આરોપી અમિત શર્માની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તો આરોપી પાર્ટ-ટાઇમ ઝોમેટો ડિલિવરી બોય તરીકે કામ કરતો હોવાની પણ કબુલાત કરી હતી.
