અમરોલી ચાર રસ્તા નજીક સીટી બસ આગ,
શોર્ટ સર્કિટથી આગમાં 15 વધુ મુસાફરો બચ્યા
ફાયર બ્રિગેડે સમયસર આગ કાબૂમાં લીધી,
સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે અમરોલી ચાર રસ્તા પાસેથી પસાર થતી સીટી બસમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી.
સુરતમાં વાહનોમાં અને ખાસ કરીને મનપા સંચાલિત સીટી બસ અને બીઆરટીએસ બસમાં આગના બનાવો સામે આવતા હોય છે. ત્યારે સુરતના અમરોલી ચાર રસ્તા પાસેથી મુસાફરો લઈ પસાર થઈ રહેલી સીટી બસમાં અચાનક શોર્ટ સર્કીટથી આગ લાગતા બસમાં હાજર 15 થી વધુ મુસાફરો સમય સુચકતાએ ઉતરી ગયા હતા. તો જોતજોતામાં આગ બસમાં પ્રસરી ગઈ હતી. બનાવને લઈ ફાયરને જાણ કરાતા ફાયરે સ્થળે દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આગમાં જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હતો.
