બારડોલીના શ્રી રોકડીયા હનુમાનજી મંદિરે ઉજવણી

Featured Video Play Icon
Spread the love

બારડોલીના શ્રી રોકડીયા હનુમાનજી મંદિરે ઉજવણી
હનુમાન જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી
શ્રદ્ધાળુઓનું મહેરામણ ઉમટ્યું

બારડોલીમાં આજે ચૈત્ર સુદ પૂનમ એટલે કે હનુમાન જન્મોત્સવ નિમિત્તે સમગ્ર પંથકમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. બારડોલીના તલાવડી મેદાન સ્થિત સુપ્રસિદ્ધ શ્રી રોકડીયા હનુમાનજી મંદિર ખાતે હનુમાન જન્મોત્સવની ભવ્ય અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ ‘જય શ્રી રામ’ અને ‘કષ્ટભંજન દેવ કી જય’ ના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.

બારડોલીમાં આજે ચૈત્ર સુદ પૂનમ એટલે કે હનુમાન જન્મોત્સવ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમોની હારમાળા મંદિર ટ્રસ્ટ અને રોકડીયા સરકાર પરિવાર દ્વારા આયોજિત આ મહોત્સવમાં આજે વહેલી સવારે ૦૬:૦૦ કલાકે ૧૦૮ હનુમાન ચાલીસાના સંગીતમય પાઠ કરવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. ત્યારબાદ સવારે ૦૮:૦૦ કલાકે શાંતિ હોમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યજમાનોએ આહુતિ આપી વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરી હતી. સવારે ૧૧:૩૦ કલાકે હોમની પૂર્ણાહુતિ બાદ હનુમાનજી દાદાની વિશેષ આરતી ઉતારવામાં આવી હતી. ​મહાપ્રસાદનું આયોજન ​દર્શન માટે આવતા ભક્તો માટે મંદિર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. આજે સાંજે ૦૪:૦૦ કલાકથી મહાપ્રસાદનું

વિતરણ શરૂ કરવામાં આવ્યુ, જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રસાદ ગ્રહણ કરે તેવી સંભાવના છે. ગઈકાલે સાંજે યોજાયેલા સુંદર કાંડના પાઠથી જ ઉત્સવનો પ્રારંભ થઈ ગયો હતો, જે આજે પૂર્ણાહુતિ તરફ વધી રહ્યો છે. બારડોલી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી ભક્તો દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. મંદિર પરિસરને ફૂલો અને રોશનીથી શણગારવામાં આવ્યું છે, જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *