સુરત સહિત ઉપરવાસમાં પડી રહેલા વરસાદને લઈ કોઝવે બંધ
ઉકાઇમાંથી પાણી છોડતા તાપી નદીનુ રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું
ઉકાઈમાંથી 1.25 લાક ક્યુસેક પાણી છોડાયુ
સુરત સહિત ઉપરવાસમાં પડી રહેલા વરસાદને લઈ કોઝવે ખાતે તાપી નદીનુ રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યો હતો. હાલ ઉકાઈમાંથી 1.25 લાક ક્યુસેક પાણી છોડાઈ રહ્યુ છે.
વીઓ: સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર થઈ રહી છે તો સાથે તાપી નદીના ઉપરવાસમાં પણ ભારે વરસાદને લઈ તાપી નદીમાં પાણીની સપાટી વધી રહી છે. ઉકાઈ ડેમમાંથી 1.25 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા તાપી નદી બે કાંઠે વહેંતી થઈ છે. હાલ તાપી નદી બે કાંઠે વહેંતી જોવા મળી રહી છે તો કોઝવે ખાતે ભયજનક સપાટી પરથી પાણી વહી રહ્યુ હોય તાપી નદીનુ રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યુ છે. જેને લઈ તાપી કિનારાથી લોકોને દુર રહેવા પણ સુચના અપાઈ છે.
