મોડાસા શામળાજી બાયપાસ પર માઝૂમ નદીમાં કાર પડવાનો મામલો
ઘટનાના સીસીટીવી દ્રશ્યો આવ્યા સામે
માઝુમ બ્રિજ પરથી પડી જતા કારમાં સવાર 4 શિક્ષકોના મોત
મોડાસામાં શામળાજી બાયપાસ પર આવેલા માઝૂમ નદીના પુલ પરથી એક કાર નદીમાં ખાબકતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણ યુવકના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે ઇજાગ્રસ્ત થયેલા શિક્ષકનું સારવાર દરમિયાન મોત થતાં કારમાં સવાર તમામ ચારેય વ્યક્તિનાં મોત નિપજ્યાં છે. આ કરુણ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
મળતી ઘટનાની વિગત મુજબ તારીખ 9 ઓગસ્ટએ રાત્રે સાડા નવ વાગ્યાના અરસામાં પુરપાટ ઝડપે આવી રહેલી કાર અચાનક નિયંત્રણ ગુમાવી માઝૂમ નદીમાં ખાબકી હતી. કારમાં કુલ ચાર યુવકો સવાર હતા. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો, પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી, અરવલ્લી ASP સંજયકુમાર કેશવાલાએ જણાવ્યું હતું કે, પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે એક કાર છે, જે શામળાજી તરફ જાય છે. આ બાજુ ધનસુરા આવેલું છે ત્યાં એક બ્રિજ છે, એમાં બ્રિજમાં કદાચ કોઈ પણ રીતે ગાડી પરનો કાબુ ડ્રાઇવરે ગુમાવી દીધો છે અને જેથી કરીને ગાડી છે એ નીચે ઉતરી ગયેલી છે. ટોટલ એમાં ચાર જણા હતા, એમાં એકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને બીજા ત્રણ છે એ પ્રાથમિક દ્રષ્ટિ અત્યારે લાગે છે કે મરણ ગયેલા છે, પણ એની પુષ્ટિ છે એ કરવા માટે બોડી છે એ સરકારી હોસ્પિટલે મોકલવામાં આવેલી છે. પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે સ્કૂલના શિક્ષકો હોય કે સ્કૂલ સાથે સંકળાયેલાહોય એવું લાગે છે.
બચાવ કામગીરી દરમિયાન ત્રણ યુવકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે એક યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં બચાવી લેવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જો કે, ત્યાં સારવાર દરમિયાન તેનું પણ મોત થતાં હવે આ અકસ્માતમાં મોતનો આંકડો ચાર પર પહોંચ્યો છે. પોલીસે હતું જણાવ્યું કે તહેવારના સમયે વાહન ચલાવતી વખતે વિશેષ સાવચેતી રાખવી જરૂરી છે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટેપોલીસે તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
