સુરતના પાંડેસરા પોલીસ મથકની હદમાં યુવાનની ઘાત્કી હત્યા
ગુલશન નગર પાસે યુવાનની ઘાત્કી હત્યા કરનાર ઝડપાયો
ધિરજ ઉર્ફે કડવા તથા અક્ષય કામતએ ચપ્પુના ઘા મારી હત્યા કરી
સુરતના પાંડેસરા પોલીસ મથકની હદમાં મોડી રાત્રે ગુલશન નગર પાસે યુવાનની ઘાત્કી હત્યા કરનાર હત્યારાઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.
સુરતમાં પોલીસ એક તરફ કાયદો વ્યવસ્થા સુધારવા મથી રહી છે ત્યારે શહેરમાં અસામાજિક તત્વો હત્યા પ્રયાસ અને હત્યાની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. ત્યારે સુરતના પાંડેસરા પોલીસ મથકની હદમાં જુના ઝઘડાની અદાવતમાં ગુલશન નગર ખાતે મૃતક સુભાષ ઉર્ફે સુબડ્યાની ધિરજ ઉર્ફે કડવા તથા અક્ષય કામતએ ચપ્પુના ઘા મારી હત્યા કરી ભાગી છુટ્યા હતાં. મૃતક ઈજાગ્રસ્ત હાલતમાં જીવ બચાવી આવિર્ભાવ સોસાયટી માં ભાગ્યો ત્યારે ધિરજ અને અભયએ પીછો કરી તેને ત્યાં જ આડેધડ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી નાંખી હતી. બનાવને લઈ ત્વરિત પોલીસ દોડતી થઈ ગઈ હતી અને ગણતરીના કલાકોમાં જ હત્યારાઓ ધિરજ ઉર્ફે કડવા રમેશચંન્દ્ર ઉપાધ્યાય તથા અક્ષય સંજય કામતને ઝડપી પાડ્યા હતા અને સળીયા પાછળ ધકેલી દીધા હતાં.
