સુરત સચિનના બ્રિજ પાસે કચરાના ઢગલામાં નવજાતનો મૃતદેહ
નવજાતનો મૃતદેહ મળી આવતા પોલીસ દોડી ગઈ
નવજાત બાળકીને તરછોડનાર વાલીની શોધખોળ શરૂ
સુરતના સચિનના સાતવલ્લા બ્રિજ પાસે કચરાના ઢગલામાંથી નવજાતનો મૃતદેહ મળી આવતા પોલીસ દોડી ગઈ હતી. અને હાલ પોલીસે નવજાત બાળકીને તરછોડનાર વાલીની સીસીટીવી તથા હોસ્પિટલના આધારે શોધખોળ શરૂ કરી છે.
દેશને આર્થિક ગતિ આપતું સુરત શહેર છેલ્લા એક અઠવાડિયાથી માતૃત્વના અપમાન અને માનવતાના પતનની સૌથી કરુણ ગાથા જોઈ રહ્યું છે. સુરતના સચિન વિસ્તારના સાતવલ્લા બ્રિજ નજીક નહેરની બાજુમાં આવેલા કચરાના ઢગલામાંથી તાજી જન્મેલી એક નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. બાળકીને જોઈને સ્પષ્ટ જણાઈ આવ્યું હતું કે, જન્મ છુપાવવાના આશયથી આ માસૂમને મૃત હાલતમાં તરછોડી દીધી હતી. જનેતાની આ ક્રૂરતાએ માનવ સમાજનું માથું શરમથી ઝુકાવી દીધું છે. બનાવની જાણ થતા પોલીસ સ્થળે દોડી ગઈ હતી. અને નવજાતને મૃત હાલતમાં ત્યજી દેનાર વાલીની સીસીટીવી તથા હોસ્પિટલના આધારે શોખધોળ પોલીસે હાથ ધરી છે.
