સુરત મનપા દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મ જ્યંતિ ઉજવણી
દયાળજી બાગ ખાતે આવેલ પ્રતિમાને સુતરાંજલિ અર્પણ
મેયર દક્ષેશ માવાણી, ડેપ્યુટી મેયર ઉપસ્થિત
સુરત મનપા દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મ જ્યંતિની ઉજવણી કરાઈ હતી. જેમાં મેયર સહિતનાઓ હાજર રહ્યા હતાં.
સુરત મનપા દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મ જયંતીને લઈ દયાળથી બાગ ખાતે સુતરાંજલિ સહ વંદના કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી. સુરત શહેરના મેયર દક્ષેશ માવાણી, ડેપ્યુટી મેયર તથા સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. સુરતના નાનપુરા ખાતે દયાળજી બાગ ખાતે આવેલ સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને સુતરાંજલિ અર્પણ કરી પ્રાર્થના કરાઈ હતી.
