ભાવનગરથી નવી મુંબઈ ફ્લાઇટ શરૂ

Featured Video Play Icon
Spread the love

ભાવનગરથી નવી મુંબઈ ફ્લાઇટ શરૂ
કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીશ્રી કે. રામમોહન નાયડુનો અભિવાદન સમારોહ
ભારત સરકારની ઉડાન યોજના એક ક્રાંતિકારી યોજના,

ભાવનગરથી નવી મુંબઈ ફ્લાઇટ શરૂ કરવા બદલ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુનો અભિવાદન સમારોહ જી.કે. પારેખ હોલ રીંગ રોડ ભાવનગર ખાતે યોજાયો હતો.

ભાવનગરમાં કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુનું કેન્દ્રીય રાજ્યમંત્રી મતી નિમુબેન બાંભણીયા, કેબીનેટ રાજ્ય કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી  સર્વે ધારાસભ્યઓ મતી સેજલબેન પંડ્યા ગૌતમ ભાઈ ચૌહાણ દ્વારા હાર ખેસ અને મોમેન્ટો અર્પણ કરીને અભિવાદન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રીશ્રીને ભાવનગરની ઓળખ સમા મોતીકામથી બનાવેલ વિમાનની સ્મૃતિભેટ આપી ખાસ અભિવાદન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત દુનિયાનું ત્રીજું સૌથી મોટું ડોમેસ્ટિક એવીએશન માર્કેટ બની ગયું છે. વર્ષ 2014માં દેશમાં ફક્ત 74 એરપોર્ટ હતા જે સંખ્યા વધીનેવર્ષ 2026 સુધીમાં 165 થઈ ગઈ છે. ભાવનગર નજીક ધોલેરામાં પણ નવા એરપોર્ટ નું નિર્માણ થઈ રહ્યું છે આ નવા ભારતની બદલાતી તસવીર છે. ભાવનગર વિકાસનું નવું ગેટ વે બનવા જઈ રહ્યું છે. વિકાસના નવા અવસરો ભાવનગરને પ્રાપ્ત થઈ રહ્યા છે જેમાં આ એર કરેક્ટિવિટીની ભૂમિકા ઘણી મહત્વની સાબિત થશે.અલંગથી ઓળખ ધરાવતા ભાવનગરના લોકો જહાજને જેટલો પ્રેમ કરે છે તેટલો જ પ્રેમ અને સન્માન હવાઈ જહાજને પણ આપે છે તે જાણી ઘણો આનંદ થયો તેમ કહેતા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુએ તેમના અભિવાદન બદલ ભાવનગરની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા હવાઈ ક્ષેત્રના વિકાસની ભૂમિકા ઘણી જ મહત્વની બની રહી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સરકાર દ્વારા નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં હરણફાળ પ્રગતિ થઈ રહી છે. ભારત સરકારની ઉડાન યોજના એક ક્રાંતિકારી યોજના છે જેની પ્રેરણા વિશ્વના અન્ય દેશો પણ લઈ રહ્યા છે. ઉડાન યોજનાની સફળતાને ધ્યાને લઈ આવનાર 10 વર્ષોમાં ઉડાન યોજના માટે 28 હજાર કરોડ નું ભંડોળ ફાળવવામાં આવ્યું છે. આવનાર 10 વર્ષમાં દેશમાં 100 નવા એરપોર્ટ અને 200 હેલીપેડ બનાવવાનું લક્ષ્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *