ભરૂચ પાલિકાએ બિસ્માર રસ્તાઓ પર થીંગડા મારવાનું શરૂ કર્યું

Featured Video Play Icon
Spread the love

ભરૂચ પાલિકાએ બિસ્માર રસ્તાઓ પર થીંગડા મારવાનું શરૂ કર્યું
વરસાદે વિરામ લેતા તંત્ર જાગ્યું.
ચોમાસામાં શહેરના મોટાભાગના રસ્તા ધોવાય ગયા

ભરૂચમાં વરસાદની સાથે જ નગરપાલિકાએ દર વર્ષની જેમ ખાડા પુરવાના અભિયાનનો પ્રારંભ કર્યો છે. શહેરના આઇકોનિક રોડ સહિત મુખ્ય માર્ગો પર વરસાદનના કારણે પડેલા ખાડાઓને પૂરવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરીને કાર્ય શરૂ કરવામાં આવ્યું છે

ભરૂચ નગરપાલિકા દ્વારા દર વર્ષે રોડનું નવીનીકરણ અને સમારકામ કરવામાં આવે છે પરંતુ વરસાદ શરૂ થતાં જ એ જ રસ્તાઓ ફરી ખસ્તાહાલ બની જતા હોવાથી આ અભિયાન જરૂરી બની જાય છે.રસાદ પડતા જ રસ્તા પર પાણી ભરાઈ જાય છે, ખાડા દેખાતા નથી અને તેમાં વાહનો પછડાતા અનેકવાર નાના-મોટા અકસ્માત થયા છે. આ અંગે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે જણાવ્યું હતું કે વરસાદી માહોલ વચ્ચે લોકોને અગવડ ન પડે એ માટે ખાડાઓ પુરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.આવનારા સમયમાં અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારની કામગીરી કરાશે.

બિસ્માર રસ્તાઓની પરિસ્થિતિને લઈ લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને વહીવટી તંત્ર સામે આક્ષેપ કર્યો છે કે યોગ્ય આયોજનના અભાવે રસ્તાના ફરી વખત ખસ્તાહાલ થયા છે. શહેરના શક્તિ સર્કલથી ભૃગુઋષિ બ્રિજના નીચે આવેલા સર્વિસ રોડ પર મોટા ખાડાઓને પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *