સુરત લિંબાયત વિસ્તારમાં એક્સીસ બેંકના એટીએમમાં ચોરી
ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ
લોક તોડી નાંખી 3 લાખ જેટલી રકમનુ નુકશાન કર્યુ
સુરતમાં ચોરીની વધી રહેલી ઘટનાઓ વચ્ચે લિંબાયત વિસ્તારમાં એક્સીસ બેંકના એટીએમમાં ચોરીનો પ્રયાસ કરાયો હોય જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
સુરતમાં ચોરોનો આતંક વારંવાર સામે આવી રહ્યો છે. ત્યારે સુરતના લિંબાયત વિસ્તારમાં બેંક એટીએમ માં ચોરીનો પ્રયાસ કરાયો હતો. લિંબાયત વિસ્તારમાં આવેલા એક્સીસ બેંકના એટીએમમાં ઘુસી અજાણ્યા ચોર ઈસમે એટીએમ મશીન પર સ્ક્રીન, પ્રિન્ટર, કાર્ડ રીડર, પીપીટી, શર્ટર એસેમ્બલી, લોવર હુડ અને એસ એન્ડ જી લોક તોડી નાંખી 3 લાખ જેટલી રકમનુ નુકશાન કર્યુ હતું. તો એટીએમમાં ચોરીનો પ્રયાસ કરનાર સીસીટીવીમાં કેદ થયો હોય જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
