ભેસ્તાન ઉન પાટીયા વિસ્તારમાં પરિવાર પર હુમલો,
બે ભાઈઓ પર જીવલેણ હુમલામાં ઝફર હુસેનની હત્યા,
હત્યારાને પોલીસે ઝડપી પાડ્યો
સુરતના ભેસ્તાનના ઉન પાટીયા વિસ્તારમાં બે ભાઈઓ સહિત પરિવાર પર કરાયેલા હુમલામાં એકની હત્યા કરાઈ હતી. તો બનાવને લઈ ભેસ્તાન પોલીસે દોડી જઈ હત્યારાઓને ઝડપી પાડ્યા હતાં.
સુરતની ભેસ્તાન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મુળ બિહારના અને હાલ ઉન ખાતે કાલીપીચમાં રહેતા અજમેરી ખાતુન અંસારીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે મોડી સાંજના સમયે તેમના ઘરમાં આરોપીઓ અશરફ અલી, સોયેબ રહીશખાન પઠાણ, રીઝવાન માંઝરા, સહેજાદા, સાકીબ સહિતનાઓએ આવી પહેલા અજમેરી ખાતુન અને તેમની દેરાણી સજીદાખાતુનને માર માર્યા બાદ અજમેરી ખાતુનના પતિ મુઝફરહુસેન અને દિયર ઝફર પર જીવલેણ હુમલો કર્યો હતો અને ઝફર હુસેનની ઘાત્કી હત્યા કરી હત્યારાઓ ભાગી છુટ્યા હતાં. બનાવને લઈ ભેસ્તાન પોલીસને જાણ થતા પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને લાશનો કબ્જો લઈ પી.એમ. અર્થે હોસ્પિટલે ખસેડાયો હતો. તો બીજી તરફ ત્વરિત ભેસ્તાન પોલીસે તપાસ હાથ ધરી હત્યારાઓને ઝડપી પાડ્યા હતાં. જે અંગે મદદનીશ પોલીસ કમિશનર જે ડીવીઝન એ.સી. તરાડેએ વધુ માહિતી આપી હતી.
