સુરતના સારોલી ખાતે વેપારીનો આઇસર ટેમ્પો ફૂંકી માર્યો
વેપારીએ ડ્રાઈવરને નોકરીમાંથી કાઢી મૂકતા અદાવત રાખી
રાયસીંગ ભેરુસિંગ દેવડાએ સારોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
સુરતના સારોલી ખાતે ટ્રાન્સપોર્ટ ચલાવતા વેપારીએ ડ્રાઈવરને નોકરીમાંથી કાઢી મૂકતા અદાવત રાખી ડ્રાઈવરે ટ્રાન્સપોર્ટમાં જ વેપારીનો આઇસર ટેમ્પો ફૂંકી માર્યો હતો.
સુરતના અંત્રોલી ગામમાં રહેતા અને સારોલીમાં આર.એસ.ડી. રોડલાઇન્સ નામનું ટ્રાન્સપોર્ટ ચલાવતા વેપારીએ તેમના પૂર્વ કર્મચારી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. વેપારી રાયસીંગ ભેરુસિંગ દેવડાએ ડ્રાઈવર જ્ઞાનસિંગપૃથવીપાલસિંગને નોકરી પરથી કાઢી મુકતા ડ્રાઈવરે આ વાતની અદાવત રાખી તેમને અને તેના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સાથે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં ઘૂસી અંદર પાર્ક કરેલ આઈસર ગાડીમાં આગ લગાવી દીધી હતી. જેના કારણે રૂપિયા 16.50 લાખનું વેપારીને નુકસાન પણ થયું હતું. આ બનાવને પગલે આખરે ટ્રાન્સપોર્ટના માલિક રાયસીંગ ભેરુસિંગ દેવડાએ સારોલી પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ડ્રાઈવર જ્ઞાનસિંગ પૃથવીપાલસિંગ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
