સુરતમાં અસામાજિક તત્વોને કાયદાનુ ભાન કરાવ્યુ
પુણા વિસ્તારમાં મચાવનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો
પોલીસે આરોપીઓને સ્થળે લઈ જઈ ઘટનાનુ રિકન્સ્ટ્રકશન કર્યુ
સુરતના પુણા વિસ્તારમાં તિક્ષ્ણ હથિયાર વડે એક પર હુમલો કરી આતંક મચાવનાર માથાભારે આરોપીને પોલીસે ઝડપી પાડી તેને કાયદાનુ ભાન કરાવ્યુ હતું.
સુરતમાં રોજેરોજ અસામાજિક તત્વો આતંક મચાવી રહ્યા છે ત્યારે પુણા વિસ્તારમાં આતંક મચાવનાર માથાભારે આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. પુણા મુક્તિધામ સોસાયટીમાં એક યુવાન પર તિક્ષ્ણ હથિયાર વડે માથાભારે ઈસમે હુમલો કર્યો હતો મહિલાઓ વચ્ચે પડી મધ્યસ્થી કરી રહી હોવા છતા માથાભારે ઈસમે ચપ્પુ વડે હુમલો કર્યો હતો જે ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી માથાભારે આરોપીને ગણતરીના સમયમાં ઝડપી પાડી તેને કાયદાનુ ભાન કરાવ્યુ હતું અને સ્થળે લઈ જઈ ઘટનાનુ રિકન્સ્ટ્રકશન કર્યુ હતું.
