સુરતમાં વધુ એક યુવકે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો
નોકરીને લઈ માતાએ ઠપકો આપતા યુવાએ કર્યું આપઘાત
રોહિતે પોતાના ઘરે જ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો
સુરતમાં આપઘાતના વધી રહેલા બનાવો વચ્ચે ડિંડોલી ગાયત્રી નગરમાં રહેતા યુવાનને માતાએ નોકરીને લઈ આપેલા ઠપકાથી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
સુરતમાં આપઘાતના વધી રહેલા બનાવો વચ્ચે ડિંડોલીમાં યુવાને આપઘાત કર્યો હતો. સુરતના ડિંડોલી ખાતે આવેલ ગાયત્રી નગરમાં રહેતા 22 વર્ષીય રોહિત કાડરેને નોકરીને લઈ તેની માતાએ ઠપકો આપ્યો હતો. જેથી માતાનો ઠપકો લાગી આવતા રોહિતે પોતાના ઘરે જ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. એકના એક પુત્રને ફાંસો ખાધેલી હાલતમાં જોઈ માતા ચોંકી ઉઠી હતી અને બુમાબુમ કરતા લોકો દોડી આવ્યા હતાં. તો સમગ્ર ઘટનાને લઈ પોલીસને જાણ કરાતા પોલીસે સ્થળે દોડી જઈ યુવાનના મૃતદેહનો કબ્જે લઈ પીએમ અર્થે સિવિલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.
