ડાંગ કોટમદર ગામમાં ચૂંટણી બહિષ્કારની જાહેરાત

Spread the love

ડાંગ કોટમદર ગામમાં ચૂંટણી બહિષ્કારની જાહેરાત
વર્ષોથી રોડ અને ડૂબાઉ નાળાનું કામ ન થતા આક્રોશ
આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી

ગુજરાતના છેવાડાના જિલ્લા ડાંગમાં વિકાસના દાવાઓ વચ્ચે તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. સુબીર તાલુકાના પાંઢરપાડા, કોટમદર ગામ ગામના રહીશો છેલ્લા એક વર્ષથી પીવાના પાણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા રજૂઆતો સાંભળવામાં ન આવતા, રોષે ભરાયેલા ગ્રામજનોએ આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.

સરકાર દ્વારા ‘હર ઘર નળ’ અને ‘નલ સે જલ’ જેવી મહત્વાકાંક્ષી યોજનાઓ પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે, પરંતુ ગુજરાતના છેવાડાના જિલ્લા ડાંગમાં પાંઢરપાડા, કોટમદર ગામ ગામમાં આ યોજના માત્ર કાગળ પર જ હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે. ગામની પાણીની ટાંકીમાં પાણી ચડાવવાની મોટર લાંબા સમયથી બગડેલી હાલતમાં છે. ટેકનિકલ ખામીના બહાને તંત્ર દ્વારા સમારકામ કરવામાં ન આવતા ભર ઉનાળે લોકોએ પાણી માટે વલખાં મારવાની નોબત આવી છે. ચૂંટણી નજીક આવતા જ નેતાઓ અને વહીવટી તંત્ર સક્રિય થાય છે, પરંતુ પાંઢરપાડાના લોકોએ આ વખતે મક્કમ નિર્ધાર કર્યો છે. ગ્રામજનોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે, “જો ચૂંટણી પહેલા અમારી પાણીની સમસ્યાનો કાયમી હલ નહીં આવે, તો આખું ગામ મતદાનનો બહિષ્કાર કરશે.” હવે જોવાનું એ રહે છે કે તંત્ર આ ગંભીર સમસ્યાનું નિરાકરણ લાવે છે કે પછી પાંઢરપાડામાં મતદાન મથકો ખાલી રહે છે.

પાણીની પાઈપલાઈન અને નળ હોવા છતાં, પાણી ન આવવાને કારણે આખા ગામના લોકો માત્ર બે હેન્ડ પંપ પર નિર્ભર બન્યા છે. મહિલાઓને પાણી ભરવા માટે લાંબી કતારોમાં ઉભા રહેવું પડે છે અથવા દૂર સુધી ભટકવું પડે છે. ગ્રામજનોનું કહેવું છે કે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *