સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા મહત્વના કાર્યક્રમનું આયોજન કરાયુ

Featured Video Play Icon
Spread the love

સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા મહત્વના કાર્યક્રમનું આયોજન કરાયુ
રાજ્યભરમાં પોલીસ-સરપંચ પરિસંવાદ’ કાર્યક્રમ યોજાયો
રાજ્ય ગૃહમંત્રીની અધ્યક્ષતામાં આયોજન કરાયું

સુરત જિલ્લાના કામરેજ ખાતે સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા મહત્વના કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. પોલીસ-સરપંચ પોલીસ સંવાદનું રાજ્ય ગૃહમંત્રીની અધ્યક્ષતામાં આયોજન કરાયું હતું.

સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા કામરેજના ખોલવડ ખાતે સરપંચ પરીસંવાદનું આયોજન કર્યું હતું. ગ્રામ્ય પોલીસને વધુ અસરકારક અને મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે આજે રાજ્યભરમાં પોલીસ-સરપંચ પરિસંવાદ’ કાર્યક્રમ યોજાયો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહી સરપંચો અને ગ્રામજનો સાથે આ સંવાદમાં જોડાયા હતાં. ગ્રામ્ય વિસ્તારના પોલીસ મથક વિસ્તારમાં પોલીસ અને સરપંચ વચ્ચે સુમેળ અને સહયોગ વધારવાના હેતુ સાથે પોલીસ-સરપંચ પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

સુરત ગ્રામ્ય વિસ્તારમાં વધતા નાના મોટા ગુનાઓ કઈ રીતે ડામી શકાય અને એમાં સરપંચનું ભૂમિકા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઉત્તમ કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓનું પણ સન્માન કરાયું હતું. દરેક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીઓ તેમના કાર્યક્ષેત્રમાં આવતા તમામ ગામોના સરપંચો સાથે સીધો સંવાદ આવનાર દિવસોમાં કરનાર છે. સરપંચોને તેમના પ્રશ્નો રજૂ કરવા, સુધારાના સૂચનો આપવા અને પોલીસ સાથે સક્રિય સહયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *