માંડવીના ગામતળાવ ખાતે ખ્રિસ્તી ધર્મને લગતી પ્રવૃતિ બંધ કરવા આવેદન અપાયુ.
સમસ્ત હિન્દુ સમાજ દ્વારા માંડવી પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું
માંડવી તાલુકાના ગામ તળાવ બુજરંગ ગામના સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું કે,અમારા ગામ ગામતળાવ બુજરંગ તાલુકો માડવી, જિલ્લો સુરત, અમારુ ગામ આદિવાસી વસ્તી ધરાવતું ગામ છે. બહુલ આદિવાસીઓની વસ્તી છે. અમે અમારા ગામમાં સૌ હળીમળીને સંપીને રહીએ છીએ. આજ દિન સુધી અમારે ત્યાં ધર્મને લઈને કોઈ ઝગડો કે બોલચાલ થયેલ નથી પરંતુ કેટલાક દિવસો થી ગામમાં થતી ચર્ચા મુજબ જ્યાં જે તે સમયે આદિવાસી સરકારી આવાસ બનાવી આપી તેઓને સુવિધા આપેલ હોય , એ જમીન સરકારી છે. જે તે ઘર માલિક દ્વારા વેચી અથવા અન્ય કોય રીતે ચર્ચ માટે આપી તેના પર ચર્ચ બાંધવાની ચળવળ ચાલુ થયેલ હોય એવી વાતા ઘાટો ચાલે છે.તથા સરકારી જમીન અથવા ખાનગી માલિકીની જમીન પર ચર્ચ બનાવવા માટેના પ્રયાસો થઈ રહયા હોય એવું લાગે છે. તેના માટે વટલાયેલા ખ્રિસ્તી આગેવાન શ્રી કાળુ ભાઈ મગનભાઇ હળપતિ જેમના ઘરે હાલ ખ્રિસ્તી ધર્મની મિટિંગ સભા સપ્તાહ માં બે દિવસ નિયમિત રીતે યોજવામાં આવે છે, જે પોતે સરકારી કર્મચારી છે, તેમના દ્વારા તથા ખ્રિસ્તી સંસ્થાઓના સહયોગથી વારંવાર બેઠક યોજી ચર્ચ બનાવવા યોજનાઓ બનાવવામાં આવી રહેલ છે. અમારા ગામમાં એક પણ વ્યક્તિ કાયદેસર રીતે કલેકટર શ્રી ના ચોપડે ધર્માંતરીત થઈ ખ્રિસ્તી બનેલ એક પણ વ્યક્તિ નથી આ ચર્ચ બનવાના કારણે અમારા ગામની શાંતિનું વાતાવરણ ડહોળાય એવું લાગે છે. આ ચર્ચના બાંધકામ માટે કલેકટર શ્રીની કોઈ પણ પ્રકારની પરવાનગી લેવામાં આવી નથી આ ચર્ચના માધ્યમથી અમારા ગામતળાવ બુજરંગ ગામના ભલા ભોળા આદિવાસીઓને લોભ લાલચ, સામ દામ, દંડ ભેદ નીતિનો ઉપયોગ કરી તેમને ખ્રિસ્તી ધર્મમાં ગેરકાયદેસર રીતે વટલાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. તથા નાતાલને લગતા તથા ખ્રિસ્તી ધર્મને લગતા તમામ પ્રોગ્રામ થવા જોઈએ નહીં. અને વટલાયેલા ખિસ્તી દ્વારા આવા બાંધકામો ન થાય તે માટે આજરોજ માંડવી પ્રાંત અધિકારી માંડવીને આજરોજ આવેદન પત્ર આપવામાં આવેલ છે અને ધર્માંતરની પ્રવૃત્તિ અટકાવવા યોગ્ય કાર્યવાહી કરવા જણાવવામાં આવેલ છે.
