સુરતમાં એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ
એમ્બ્યુલન્સમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરીનો
કામરેજ ઘલા પાટિયા પાસેથી ઝડપાયો દારૂ
5.80 લાખની કિંમતના દારૂ સાથે 15 લાખનો મુદ્દામાલ કબ્જે

સુરત ગ્રામ્ય એલ.સી.બી. પોલીસે આંતરરાજ્યમાંથી એમ્બ્યુલન્સમાં છુપાવેલો ગેરકાયદેસર વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરીને કુલ રૂ. ૧૫,૮૭,૮૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસને બાતમી મળી હતી કે એક સફેદ કલરની એમ્બ્યુલન્સ (રજિ. નંબર GJ-06-Y-0098)માં વિદેશી દારૂનો જથ્થો ભરીને વડોદરા તરફ જઈ રહી છે. આ બાતમીના આધારે, એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કોડની ટીમે ધોરણપારડી ગામની સીમમાં ઘલા પાટીયા પાસે નાકાબંધી કરી હતી. પોલીસે એમ્બ્યુલન્સને રોકીને તપાસ કરતાં, પાછળના ભાગે બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો. પોલીસે એમ્બ્યુલન્સના ચાલક સંદીપ દિનેશ શુક્લા (ઉં.વ. ૩૬)ની ધરપકડ કરી હતી. પોલીસે ઘટનાસ્થળેથી ૨,૧૬૦ બોટલ દારૂ અને બીયર, જેની કિંમત રૂ. ૫,૮૦,૮૦૦/- છે, જપ્ત કરી. આ ઉપરાંત, રૂ. ૧૦,૦૦,૦૦૦ ની કિંમતની ફોર્સ કંપનીની એમ્બ્યુલન્સ, રૂ. ૫,૦૦૦ નો મોબાઈલ ફોન અને રૂ. ૨,૦૦૦ રોકડા પણ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે દારૂ ભરાવનાર મુન્ના અને સંપર્ક કરાવનાર લોબરને વોન્ટેડ જાહેર કર્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *