સુરતમાં મધુવન ઈન્ટરનેશનલ સ્કૂલનો ૧૦ માં વર્ષમાં પ્રવેશ
મધુવનનું મહાભારત વાર્ષિકોત્સ્વનું આયોજન
કાર્યક્રમમાં શાળાના ૧ હજારથી જેટલા બાળકોએ ભાગ લીધો
સુરતમાં મધુવન ઈન્ટરનેશનલ સ્કૂલના ૧૦ માં વર્ષમાં પ્રવેશવાનાં અવસરે મધુવનનું મહાભારત વાર્ષિકોત્સ્વનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના ૧ હજારથી જેટલા બાળકોએ ભાગ લીધો હતો.
મધુવન ઈન્ટરનેશનલ સ્કૂલ પરિવારના ૯ વર્ષ પૂર્ણ કરીને ૧૦ માં વર્ષમાં પ્રવેશવાનાં શુભ અવસરે મધુવનનું મહાભારત વાર્ષિકોત્સવ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ભગવાન શ્રી કૃષ્ણ જીવન માંથી 10 ગુણો લઈ ૧૦૦૦ બાળકોએ કાર્યક્રમમાં ભાગ લઈ જીવનમાં બદલાવ લાવવા માટેનો ઉમદા પ્રયત્ન કર્યો હતો. મધૂવન મહાભારતર એટલે શિક્ષણનું યુદ્ધ ક્ષેત્ર, સંસ્કારનું શસ્ત્ર.. આ કાર્યક્રમ દ્રારા વિધાર્થીઓના સર્વાગી વિકાસ સાથે સંસ્કાર. માનવ મુલ્યો અને ભારતીય સંસ્કૃતિના ઉત્તમ આદર્શને ઉજાગર કરવાનો ટીમ મધવનનો નમ્ર પ્રયત્ન છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સૌ શિક્ષકમિત્રો, વિદ્યાર્થીમિત્રો તેમજ વાલીમીત્રોએ અથગ પ્રયત્ન કર્યો હતો.
