અડાજણ પોલીસે 10 વર્ષથી ગુમ દિકરાને શોધી પરિવાર સાથે મેળાપ કરાવ્યુ
માતા પિતા સાથે મેળાપ કરાવતા ભાવુક દ્રશ્ય સર્જાયા
આધેડ દંપતિએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો
સુરતની અડાજણ પોલીસે 10 વર્ષથી ગુમ થયેલા એકના એક દિકરાને શોધી પરિવાર સાથે મેળાપ કરાવ્યુ હતું.
સુરત પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 5 અને ઈન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર કે ડિવિઝનની સુચનાને લઈ અડાજણ પી.આઈ. જોગરાણાની ટીમના પીએસઆઈ પટેલનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે દસ વર્ષથી ગુમ થયેલા આધેડ દંપતિના એકના એક દિકરા અભિષેક શૈલેષ મહેતાને શોધી કાઢ્યો હતો. અને તેનો માતા પિતા સાથે મેળાપ કરાવતા આધેડ દંપતિએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
