અમદાવાદ પ્લેન દુર્ઘટના બાદ રૂમ ખાલી કરવાનું અલ્ટીમેટમ અપાતા ડોક્ટરનો વિડીયો

Featured Video Play Icon
Spread the love

અમદાવાદ પ્લેન દુર્ઘટના બાદ રૂમ ખાલી કરવાનું અલ્ટીમેટમ અપાતા ડોક્ટરનો વિડીયો
ડોક્ટર અનિલે મીડિયા સામે આવી શું કહ્યું તે સાંભળો.
પતિ પત્ની બન્ને સિવિલ હોસ્પિટલમાં જ આસિટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે

અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં અસરગ્રસ્ત હોસ્ટેલમાં રહેતા એક ડોક્ટરને 24 કલાકની અંદર રૂમ ખાલી કરવાનું અલ્ટીમેટમ અપાતા ડોક્ટર મીડિયા સામે રડી પડ્યા હતા.

અમદાવાદ વિમાન દુર્ઘટનાએ માત્ર પ્લેનના મુસાફરો અને તેમના પરિવારજનોને જ અસર નથી પહોંચાડી પરંતુ બીજા સેંકડો લોકો અને તેમના જીવન આ ઘટનાથી પ્રભાવિત થયા છે.. વિમાન જે હોસ્ટેલ પર પડ્યું તે હોસ્ટેલમાં તે સમયે હોસ્ટેલમાં રહેતા એક ડોક્ટર દંપતિની બાળકી અને તેની મેડ હાજર હતા, જે બન્ને આ ઘટનામાં ઇજાગ્રસ્ત થતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.. બાળકીની માતા અને પિતા બન્ને સિવિલ હોસ્પિટલમાં જ આસિટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે, તે બન્ને ડ્યૂટી પર અન્ય બિલ્ડીંગમાં ફરજ બજાવી રહ્યા હતા. રેડિસેન્ટ ડૉક્ટર અનિલે મીડિયાને જણાવ્યું કે, દરેક રૂમમાં ચારથી પાંચ રેસિડેન્ટ ડૉક્ટર છે. તે સમયે કેટલાક રહેવાસીઓ ફરજ પર હતા, કેટલાક ફરજ પર ન હતા. તેથી તેમનું મૃત્યુ થયું. તેમણે કહ્યું કે હવે ડોક્ટરોને બોલાવવામાં આવ્યા છે, તેમને સામાન ખાલી કરવાનું કહેવામાં આવી રહ્યું છે. આ યોગ્ય નથી, અમે રાતોરાત આટલો બધો સામાન ખાલી ન કરી શકીએ. મારી એક જ માગ છે કે અમને આ વસ્તુઓ ખસેડવા માટે થોડો સમય આપવામાં આવે. આ દુર્ઘટના ગઈકાલે થઈ હતી અને આજે અમને બધું ખાલી કરવાનું કહેવામાં આવી રહ્યું છે. કૃપા કરીને થોડી માનવતા રાખો. મારી પુત્રીને ત્યાં દાખલ કરવામાં આવી છે, હું હમણાં ત્યાં હોવો જોઈતો હતો. હું અહીં ચાર વર્ષથી છું, મારી ડિગ્રી પૂર્ણ કરી છે. હું અને મારી પત્ની અહીં સહાયક પ્રોફેસર છીએ, અમે બંને તે સમયે ફરજ પર હતા. અમારી પુત્રી અને નોકરાણી અહીં હતી. તેમને ગાર્ડ્સે બચાવ્યા અને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ ગયા.

હોસ્ટેલમાં રહેતા ડૉક્ટર અનિલે તંત્ર સામે બળાપો ઠાલવ્યો હતો, તંત્રના આદેશ સામે લાચાર ડૉક્ટરે રડતા રડતા લાચારી જણાવી હતી, અને કહ્યું હતું કે હું કઇ રીતે 24 કલાકની અંદર રૂમ ખાલી કરુ, મારી બાળકી હોસ્પિટલમાં છે.. મારે ત્યાં હોઉં જોઇએ અત્યારે.. તેમણે મીડિયાને વિનંતી કરી હતી કે મીડિયા તેમની વાત ઉપર સુધી પહોંચાડે. ડોક્ટરે તંત્ર પાસે રૂમ ખાલી કરવા માટે 2 થી 3 દિવસનો સમય માંગ્યો છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *