કામરેજમાં એક ટૂર ટ્રાવેલ્સ વાળાએ વિશ્વાસઘાત કર્યો
જગન્નાથ પુરી ખાતે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન
કથામાં જઈ રહેલા શ્રદ્ધાળુઓએ 3500 લેખે 3.15 લાખ જમા કરાવ્યા
સુરત જિલ્લા કામરેજમાં એક ટૂર ટ્રાવેલ્સ વાળાએ શ્રદ્ધાળુઓ સાથે વિશ્વાસઘાત કર્યો
કથાકાર દ્વારા શ્રી જગન્નાથ પુરી ખાતે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કહ્યું હતું, તેને શ્રદ્ધાળુઓને લઈને જવા માટે દર્પણ ટૂર ઓપરેટર દર્પણ સુધીરભાઈ પંડયાનો સંપર્ક કર્યો હતો, કથામાં જઈ રહેલા શ્રદ્ધાળુઓએ 3500 લેખે 3.15 લાખ રૂપિયા ટૂર ઓપરેટરને જમા કરાવ્યા હતા. ઓપરેટરએ ચાર લકઝરી બસો શ્રદ્ધાળુઓ માટે સુરત જિલ્લાના કામરેજ ખાતે મોકલી હતી. કામરેજ ખાતેથી શ્રદ્ધાળુઓને લઈને નીકળેલી ચાર લકઝરી બસના ચાલકોએ ડીઝલ માટેના રૂપિયા માંગતા ટૂર ઓપરેટર એ અત્યારે પેસેન્જરો પાસેથી રૂપિયા લેવા અને હું શેરડી ખાતે આવી રૂપિયા પરત આપી દઈશ તેવો વિશ્વાસ આપતા શ્રદ્ધાળુઓએ 1.5 લાખ રૂપિયાનું ડીઝલ ભરાવ્યું હતું, જોકે શેરડી પહોંચી શ્રદ્ધાળુઓએ ટૂર ઓપરેટર નો સંપર્ક કરતા ટૂર ઓપરેટર મોબાઇલ સ્વીચ ઓફ કરી ભુગર્ભમાં ઊતરી જતા શ્રદ્ધાળુઓએ હેરાન પરેશાન થયા ટુર દરમિયાન કલાકો બાદ પણ ટૂર ઓપરેટરનો સંપર્ક ન થતા પોતે છેતરપિંડી થયાનો અહેસાસ થતા મામલો કામરેજ પોલીસ મથક ખાતે પહોંચ્યો, કામરેજ પોલીસે ટૂર ઓપરેટરની ધરપકડ કરી છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો. ભેજાબાજ ટૂર ઓપરેટરએ વધુ લોકોને આ એમઓથી ઠગ્યા હોવાની પોલીસને શંકા જતા કામરેજ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી…
