નાયબ પોલીસ કમિશનર ઝોન 6 ની ટીમે ગાંજા સાથે ઝડપ્યો
ગાંજા સાથે શનીકુમાર સાંતારામ પાટીલને ઝડપ્યો
સચીન જુના સ્લમ બોર્ડ ખાતે ઝુંપડાની બહારથી ઝડપ્યો
નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન હેઠળ ગાંજા સાથે એકને નાયબ પોલીસ કમિશનર ઝોન 6ની ટીમે ઝડપી પાડ્યો હતો
સુરત પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2ના આદેશને લઈ નાયબ પોલીસ કમિશનર ઝોન 6ની ટીમ મદદનીશ પોલીસ કમિશનર આઈ ડીવીઝનના નેજા હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે એલસીબી ઝોન 6ના અહેકો પરસોત્તમ અને સચીન પોલીસ મથકના અપોકો નિતિનને મળેલી બાતમીના આધારે સચીન જુના સ્લમ બોર્ડ ખાતે આવેલ મધુરમ માર્બલ નામની દુકાનની બાજુમાં આવેલ ઝુંપડાની બહારથી શનીકુમાર સાંતારામ પાટીલને ઝડપી પાડી તેની પાસેથી ગાંજાનો જથ્થો કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
