સુરતના અલથાણ વિસ્તારમાં કાપડના વેપારી સાથે ફ્રોડ કરનાર નોકર દિલ્હીથી ઝડપાયો છે

Featured Video Play Icon
Spread the love

વેપારીને ત્યાં કામ કરતા નોકરી જીએસટીની રેઈડની ખોટી બીક બતાવી વેપારીની પત્નીના નામે પોતાની ઓળખથી લોકર ખોલાવ્યા બાદ 70 લાખના દાગીના તેમાં મુકાવવાનુ કહી ચોરી કરી ભાગી છુટ્યો હતો. હાલ પોલીસે નોકરને દિલ્હીથી ઝડપી પાડ્યો છે.

સુરતના અલથાણ વિસ્તારમાં કાપડના વેપારી સાથે ફ્રોડ કરનાર નોકર દિલ્હીથી ઝડપાયો છે. વેપારીના નોકરે જીએસટી રેઈડની ખોટી બીક બતાવી વેપારીની પત્નીને વિશ્વાસમાં લઈ તેઓના નામે પોતાની ઓળખથી લોકર ખોલાવ્યો હતો. અને લોકરમાં અંદાજે 70 લાખના સોનાના ઘરેણાં મુકાવ્યા હતા. બાદમાં લોકરની ચાવી ખોવાઈ ગઈ હોવાનું નાટક કર્યું હતુ અને નવા તાળાની બીજી ચાવી લઈ ખંડણીની યોજના ઘડી હતી. ચાવી આપવાના બદલે 54 લાખની ખંડણી માંગી હતી. તો ગુનો કર્યા બાદ આરોપી નોકર દિલ્હી ફરાર થયો હતો. બનાવને લઈ ફરિયાદ નોંધાવતા જ અલથાણ પોલીસે ગુનો નોંધી આરોપી નોકરને દિલ્હીથી ઝડપી પાડ્યો હતો. અને તેને સુરત લાવી તેની વધુ પુછપરછ હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *