સુરતના પાંડેસરા વિસ્તારમાંથી એક દુઃખદ ઘટના સામે આવી
16 વર્ષની કિશોરી છત પરથી નીચે પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત
ડોક્ટરોએ તપાસ બાદ મૃત જાહેર કર્યો
સુરતના પાંડેસરા વિસ્તારમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. 16 વર્ષની કિશોરી છત પરથી નીચે પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. તાત્કાલિક તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ તપાસ બાદ મૃત જાહેર કરી હતી. હાલ સમગ્ર મામલે પાંડેસરા પોલીસ તપાસ હાથ ધરી છે.
સુરતમાં માતા-પિતા માટે સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં સુરતના પાંડેસરા વિસ્તારમાં 16 વર્ષની કિશોરી છત પરથી પડી જતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ દ્વારા તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જોકે, સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટરોએ તપાસ બાદ કિશોરીને મૃત જાહેર કરી હતી. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. ઘટનાને લઈને પાંડેસરા પોલીસે તપાસ શરૂ કરી છે અને કિશોરી કેવી રીતે પડી તે અંગેની હકીકત જાણવા કાર્યવાહી હાથ ધરાઈ છે.
