બારડોલી નાડીદામાં ભવ્ય નવરાત્રી ઉત્સવનું આયોજન
મોટી સંખ્યામાં લોકોએ ભરપૂર જોશ સાથે ગરબા રમવાનો આનંદ લીધો
ગરબા પંડાલમાં અભિનેત્રી જાનકી બોડીવાલા હાજર રહ્યા
બારડોલી: નવરાત્રીના રંગીન અને ઉત્સાહપૂર્ણ મહોત્સવ દરમિયાન, આજે એના સંચાલીત બારડોલી ના નાડીદા ખાતે માહોલ ખાસ જામ્યો હતો. પ્રસિદ્ધ ગુજરાતી ફિલ્મ અભિનેત્રી જાનકી બોડીવાલાએ આ નવરાત્રી ઉત્સવમાં ખાસ હાજરી આપી હતી અને ગરબાની રમઝટમાં જોડાઈને ખેલૈયાઓનો ઉત્સાહ અનેરો વધાર્યો હતો.
સ્થાનિક એના ગ્રુપ દ્વારા બારડોલી ના નાડીદા ખાતે આ ભવ્ય નવરાત્રી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખેલૈયાઓ તેમજ મોટી સંખ્યામાં લોકોએ ભરપૂર જોશ સાથે ગરબા રમવાનો આનંદ લીધો હતો.
નજીકના ભવિષ્યમાં ગુજરાતી ફિલ્મ જગતમાં પોતાનું મજબૂત સ્થાન બનાવનાર અભિનેત્રી જાનકી બોડીવાલાની નવરાત્રી મહોત્સવમાં એન્ટ્રી થતાં જ સમગ્ર વાતાવરણમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. ખેલૈયાઓ તેમજ ઉપસ્થિત લોકોમાં જાનકી બોડીવાલાને જોવાનો અને તેમની સાથે ગરબા રમવાનો અનેરો ઉમંગ જોવા મળ્યો હતો. અભિનેત્રી જાનકી બોડીવાલાએ તેમના ચાહકોનું ઉષ્માભર્યું અભિવાદન કર્યું હતું અને પોતે પણ પરંપરાગત શૈલીમાં ઉત્સાહપૂર્વક ગરબા રમ્યા હતા. જાનકી બોડીવાલાના આગમનથી લોકો અને ખેલૈયાઓ તેમની રમઝટમાં ઝૂમી ઊઠ્યા હતા, જેના કારણે નવરાત્રી ઉત્સવનો માહોલ વધુ રંગીન અને યાદગાર બન્યો હતો…
