સુરતમાં ઓટો રીક્ષામાં ચપ્પુ બતાવી લૂંટ કરતી ગેંગ ઝડપાઈ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ઓટો રીક્ષામાં ચપ્પુ બતાવી લૂંટ કરતી ગેંગ ઝડપાઈ
સુરત ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપીઓને પકડ્યા
પોલીસે 2 લાખથી વધુ મુદ્દામાલ ઝડપી પાડયા

પાંડેસરામાં ઓટો રિક્ષામાં પેસેન્જર બની ચપ્પુ બતાવી લૂંટ કરનાર ત્રણ આરોપીઓને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા

સુરત શહેરના પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓટો રિક્ષામાં પેસેન્જર બની ચપ્પુ બતાવી લૂંટ કરવામાં આવી હતી સુરત શહેરમાં હાલ ગણેશ ઉત્સવનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે શહેરમાં શાંતિ જળવાઈ રહે અને ગંભીર ગુનાઓ બનતા અટકાવવા માટે સુરત ક્રાઈમ બ્રાન્ચ ટીમ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ઊન સચિન રોડ ઉપર આવેલ શાલીમાર સોસાયટી રોડ પરથી આરોપી મનીન્દરસીંગ હરનામસીંગ ટાંક આરોપી જયપાલસીંગ ઉર્ફે પાપા પંચમસિંગ ભાદા આરોપી નિર્મલસિંગ ઉર્ફે અય્યાસિંગ મંગલસિંહ ઉર્ફે ઢોલાસિંગ ભાદા આ ત્રણ આરોપીઓ ભેગા મળી 20 દિવસ પહેલા પાંડેસરા વિસ્તારમાં આવેલ ભેદવાડ દરગાહ ની પાછળ મારુતિ ઇન્ડસ્ટ્રીઝ પાસે રાત્રિના સમયે આવવાનું જગ્યાએ ઓટો રિક્ષામાં પેસેન્જર બની ચપ્પુ બતાવી રૂપિયા 1800 ની લૂંટ કરવામાં આવી હતી લૂંટ કરનાર આરોપીઓને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી આરોપી પાસેથી લૂંટ કરેલા રૂપિયા 1800 રોકડા અને ઓટો રીક્ષા જેની કિંમત ₹2,35,000 મળી કુલ રૂપિયા 2,36,800 ની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા લૂંટ કરનાર આરોપીઓને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી આરોપીઓને પાંડેસરા પોલીસને સોંપવામાં આવ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *