સુરતમાં નવા વર્ષની શરૂઆત ધુમ્મસભરી
અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા
ઝરમર વરસાદને લઈ ઠંડીમાં વધારો થયો
સુરતમાં નવા વર્ષની શરૂઆત ધુમ્મસભરી થઈ હતી. તો સુરતના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જેને લઈ ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી. તો ઝરમર વરસાદને લઈ ઠંડીમાં વધારો થયો હતો.
નવા વર્ષના પ્રથમ દિવસે જ સુરત શહેરના વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે. વહેલી સવારથી જ આખું શહેર ગાઢ ધુમ્મસની ચાદરમાં લપેટાયેલું જોવા મળ્યું હતું. ધુમ્મસ એટલું ગાઢ હતું કે વિઝિબિલિટી ઓછી થવાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. આ ધુમ્મસની વચ્ચે જ શહેરમાં ઝરમર વરસાદ શરૂ થતાં વાતાવરણમાં અચાનક ભારે ઠંડક પ્રસરી ગઈ છે. નવા વર્ષની ઉજવણીમાં વ્યસ્ત સુરતીઓ માટે આ કમોસમી માવઠું આશ્ચર્યજનક સાબિત થયું છે. તો કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા જેને લઈ ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી. અને શિયાળા પાકને નુકશાનની ભીંતિ ખેંડૂતોએ વ્યક્ત કરી હતી.
