મોરબીના સિરામિક કારખાનાના ક્વાર્ટરમાં યુવતીની હત્યાનો મામલો

Featured Video Play Icon
Spread the love

મોરબીના સિરામિક કારખાનાના ક્વાર્ટરમાં યુવતીની હત્યાનો મામલો
લિવ ઈન રિલેશનશીપમાં રહેતી યુવતીની હત્યાના આરોપીનું મોત
પૂછપરછ માટે તાલુકા પોલીસ સ્ટેશને લવાયેલા યુવકનું હાર્ટ એકેટથી મોત

મોરબીમાં પ્રેમ સંબંધોમાં હિંસાની પરાકાષ્ઠા દર્શાવતો એક અત્યંત સનસનાટી ભર્યો બનાવ સામે આવ્યો છે, જ્યાં છેલ્લા ત્રણ મહિનાથી લીવ-ઇનમાં રહેતા એક યુગલ વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં પ્રેમીએ પોતાની 20 વર્ષીય પ્રેમિકાની લાકડાના ધોકા અને પટ્ટા વડે માર મારીને હત્યા કરી નાખી હતી.

મોરબીમાં પ્રેમ સંબંધોમાં મહિલાના હત્યાની ઘટનામાં સૌથી ચોંકાવનારી વિગત એ છે કે, ઝઘડાએ એવી ભયાનક પરાકાષ્ઠા ધારણ કરી કે, પ્રેમી નરેન્દ્રસિંહે પોતાની પ્રેમિકા પુષ્પાદેવીને ઢોર માર માર્યો હતો. પોલીસે આપેલી માહિતી મુજબ, યુવતીના શરીર પર લાકડાના ધોકા અને પટ્ટા વડે માર માર્યાના નિશાનો મળી આવ્યા હતા. પરંતુ સૌથી વધુ ચોંકાવનારી વાત એ છે કે, આરોપીએ પુષ્પાદેવીના મોઢા અને ગાલ પર અસંખ્ય બચકાં ભર્યા અને ભયાનક ઈજાઓ પહોંચાડી હતી, જેના કારણે યુવતીનું મોત નીપજ્યું હતું. પોલીસ આરોપીની અટકાયત કર્યા બાદ તેને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લાવી હતી, જ્યાં છાતીમાં દુ:ખાવો ઉપડ્યા બાદ તેનું પણ હાર્ટ એટેકથી કરૂણ મોત નીપજ્યું હતું. આ ગૂંચવણભરી ઘટનાએ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી દીધી છે. DYSP વિરલ દલવાડીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ફોરેન્સિક પીએમ રિપોર્ટમાં ડોક્ટરોએ પુષ્ટિ કરી છે કે વધુ પડતી ઈજા અને શારીરિક પીડાને કારણે યુવતી પુષ્પાદેવીનું કરૂણ મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર તારીખ 29 નવેમ્બરે મોરબીના લખધીરપુર ગામ નજીક આવેલા લેક્સસ સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં મૂળ મધ્યપ્રદેશના રહેવાસી નરેન્દ્રસિંહ કમલસિંગ ધ્રુવેલ અને તેની સાથે છેલ્લા ત્રણ મહિનાથી લીવ-ઈન રિલેશનશિપમાં રહેતી 20 વર્ષીય પુષ્પાદેવી ગંભીરસિંહ મરાવી વચ્ચે કોઈ કારણોસર ગંભીર ઝઘડો થયો હતો. હત્યાની કબૂલાત બાદ પોલીસે આરોપી નરેન્દ્રસિંહ ધ્રુવેલની અટકાયત કરીને તેને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લઈ આવ્યા હતા. જોકે, આ દરમિયાન જ હત્યાનો આરોપી નરેન્દ્રસિંહ અચાનક છાતીમાં તીવ્ર દુ:ખાવો થતાં બેભાન થઈ ગયો હતો.આ બનાવ પ્રેમસંબંધોમાં રહેલી હિંસા અને ઝઘડાઓની ભયાવહ પરિસ્થિતિ દર્શાવે છે, જ્યાં એક ક્ષણનો આવેશ બે જિંદગીનો કરૂણ અંત લાવી શકે છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *