17 વર્ષીય કિશોરી આપઘાત કરવા જતા ફાયર જવાનોએ ઉગારી
સુરતમાં આપઘાતના વધી રહેલા બનાવો વચ્ચે અલથાનનો કિસ્સો
11 માળે થી યુવતીને ક્રેન મારફતે બચાવી લેવામાં આવી
સુરતમાં આપઘાતના વધી રહેલા બનાવો વચ્ચે 17 વર્ષીય કિશોરી આપઘાત કરવા જતા ફાયર જવાનોએ તેને ઉગારી લીધી હતી.
સુરત શહેરના અલથાણ વિસ્તારમાં 17 વર્ષી કિશોરી આપધાત કરવા જતા ફાયર જવાનો દ્વારા તેણીને બચાવી લેવાઈ હતી. અલથાણ વિસ્તારમાં આવેલ સ્વિમ પ્લેસના ટેરેસ ઉપર 17 વર્ષ ની છોકરી સુસાઈડ કરવાનો પ્રયત્ન કરતી હતી એને સુસાઇડ કરવાથી ફાયરે બચાવી હતી. યુવતી ટેરેસ પર જવાથી પરિવાર અને આજુબાજુના લોકોમાં કુતુહલ ફેલાયું હતું. અને લોકો દ્વારા યુવતીને બચાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા છતાં ઉતરી રહી ના હતી. જેથી ફાયર વિભાગને જાણ કરતા ફાયર ટિમ ઘટના સ્થળે દોડી આવી હતી. અને 11 માળે થી યુવતીને ક્રેન મારફતે બચાવી લેવામાં આવી હતી. જો કે યુવતિએ આવુ કેમ કર્યુ તે જાણી શકાયુ નથી.
