તાપી જિલ્લા ભાજપામાં ખુશીનો માહોલ.
તાપી જિલ્લાનું સંગઠન જાહેર કરવામાં આવ્યું.
શિવાજી ચોક પર ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી.
લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે તાપી જિલ્લાનું સંગઠન જાહેર કરવામાં આવ્યું. સોનગઢ નગરમાંથી નિખિલ શેઠ, વાલોડથી અમિત પટેલ અને વ્યારાથી મૃણાલ જોશીને મહામંત્રી બનાવવામાં આવતા ભાજપા સંગઠન અને કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ.
સોનગઢ નગરપાલિકાના પૂર્વ કારોબારી અધ્યક્ષ નિખિલ શેઠને તાપી જિલ્લા મહામંત્રીની જવાબદારી આપવામાં આવતા કાર્યકર્તાઓ દ્વારા શિવાજી ચોક પર ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે નિખીલ શેઠ દ્વારા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, પ્રદેશના મહામંત્રીઓ, જિલ્લા ભાજપના પ્રમુખ સુરજ વસાવા, રાજ્ય કક્ષાના મંત્રી ડોક્ટર જયરામ ગામીત, જિલ્લા પ્રભારી માધુ કથેરીયા સાથે માજી મંત્રી કુંવરજી હળપતિ, ધારાસભ્ય મોહન કોકણી સાથે તમામ ભાજપના શીર્ષ નેતૃત્વએ તેમના પર વિશ્વાસ મૂકી આ જવાબદારી આપનાર તમામે તમામ નો આભાર વ્યક્ત કર્યો હતો.
