સુરતના અઠવાગેટમાં કોંગ્રેસ દ્વારા રેલી યોજી
જરાતને ડ્રગ્સ અને દારૂના દૂષણમાંથી મુક્ત કરાવવાની માંગ
રેલી પોલીસ કમિશનર કચેરીએ પહોંચી
સુરતના અઠવાગેટ વનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી કોંગ્રેસ દ્વારા ગુજરાતને ડ્રગ્સ અને દારૂના દૂષણમાંથી મુક્ત કરાવવાની માંગ સાથે રેલી યોજી હતી જે પોલીસ કમિશનર કચેરીએ પહોંચી હતી.
સુરત શહેર કોંગ્રેસ દ્વારા ગુજરાતમાંથી દારૂ અને ડ્રગ્સનો દુષણ દુર કરવા નેમ લીધી છે. અને સુરતમાં ડ્રગ્સ અને દારૂના દુષણથી મુક્ત કરાવવાની માંગ સાથે રેલી યોજી હતી. તો કોંગ્રેસીઓએ જણાવ્યુ હતુ કે ગાંધીજી અને સરદાર પટેલ સાહેબના ગુજરાતમા અને ખાસ કરીને સુરતમા જે રીતે યુવાનો અને વિધાર્થીઓ ડ્રગ્સ અને દારૂ ના રવાડે ચડી રહ્યા છે જેથી યુવાધન બરબાદ થઇ રહ્યું છે. ડ્રગ્સપેડલરો ખાસ કરીને કોલેજ ના વિધાથીઓ અને યુવાનોને ટાર્ગેટ કરી રહ્યા છે . જેથી આપડી યુવા પેઢી ડ્રગ્સ અને દારૂના રવાડે ચડી બરબાદ થઈ રહી છે. આજનો યુવા ઉર્જાથી ભરેલો સપનાઓથી પ્રેરિત અને સંભાવનાઓ થી સમૃદ્ધ છે, પરંતુ કેટલાક કારણોસર તે ખોટી દિશામાં જઇ રહ્યા છે ત્યારે આપણા સૌની નૈતિક જવાબદારી બને છે કે, આજના યુવાધનને નશાની જંજીરમાંથી મુક્ત કરાવી એક સ્વસ્થ, શક્તિશાળી અને પ્રગતિશીલ જાગૃત સમાજનું નિર્માણ જેથી ખાસ કરીને આવા ડ્રગ્સ પેડલરો જે વિદ્યાથીઓનુ અને યુવાનોનુ જીવન બરબાદ કરી રહ્યા છે તેના ઉપર સખત કાર્યવાહી કરવામાં આવે તેવી ગુજરાત એનએસયુઆઈ અને ગુજરાત યુથ કોંગ્રેસની માંગ છે.
