સુરત વેડરોડ પર રહેતા યુવાને માતાની ક્રુર હત્યા કરી
ઘર કંકાસમાં ઝઘડો થતા માતાની ક્રુર હત્યા કરી
હત્યારા પુત્રને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો
સુરત વેડરોડ પર રહેતા યુવાને ઘર કંકાસમાં ઝઘડો થતા માતાની ક્રુર હત્યા કરી નાંખી હતી જો કે માતાની હત્યા કરી ભાગે તે પહેલા જ હત્યારા પુત્રને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો.
ગત 13મી જાન્યુઆરીના રોજ વેડરોડ મરાઠી સ્કુલ પાસે લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતી ચંદ્રકલાબેન સુરેશ સાલીએ કામ ધંધો ન કરતા પુત્ર અવિનાશ સુરેશ સાલીને કામધંધા બાબતે ઠપકો આપતા બન્ને માતા-પુત્ર વ્ચે ઝઘડો થયો હતો જેમાં આવેશમાં આવી ગયેલા પુત્ર અવિનાશ સુરેશ સાલીએ માતા ચંદ્રકલાબેન પર શાકભાજી સમારવાના ચપ્પુ વડે હુમલો કરતી માતાની હત્યા કરી ભાગી છુટ્યો હતો. જો કે આરોપી ભાગે તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચે તેને વેડરોડ વિરામનગર શિવ મંદિર પાસેથી ઝડપી પાડી તેનો કબ્જો ચોક બજાર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
