બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારનો વિરોધ
સુરતમાં વિહિપ અને બજરંગદળ દ્વારા વિરોધ કરાયો
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં સુરતમાં વિહિપ અને બજરંગદળ દ્વારા વિરોધ કરાયો હતો.
બાંગ્લાદેશ માં હાલ હિન્દુઓ પર અત્યાચારો થઈ રહ્યા છે અને સાથે બે યુવાનોની હત્યા કરાઈ હોય જેને લઈ ભારતમાં હિન્દુ સંગઠનો વિશ્વ હિન્દુ પરિષધ અને બજરંગ દળ દ્વારા આકરો વિરોધ કરાઈ રહ્યો છે. તો સુરતના વરાછા વિસ્તારમાં મીની બજાર ખાતે વિહિપ અને બજરંગદળ દ્વારા બાંગ્લાદેશનુ પુતળા દહન કરાયુ હતું. અને હિન્દુ સમાજ પર થતા હુમલાઓ બંધ કરવા માંગ સાથે સુત્રોચ્ચાર કરાયા હતાં. તો વિહિપ અને બજરંગદળના વિરોધ પ્રદર્શનને લઈ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો.
