સુરતમાં શ્રી મિયાગામ રાધનપુરા વિશા શ્રીમાળી જૈન જ્ઞાતિનો સ્નેહમિલન
મોડવણિકની વાડી ખાતે 15 મો સ્નેહમિલન સમારોહ યોજાયો
સુરતના રૂઘનાથપુરા શ્રી મોડવણિકની વાડી ખાતે શ્રી મિયાગામ રાધનપુરા વિશા શ્રીમાળી જૈન જ્ઞાતિ દ્વારા 15 મો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો.
શ્રી મિયાગામ રાધનપુરા વિશા શ્રીમાળી જૈન જ્ઞાતિ, સુરત શહેર તથા ગ્રામ્ય વિભાગનાં વડીલો, ભાઈઓ, બહેનો અને વ્હાલા બાળકો તથા અન્ય જ્ઞાતિમાં પરણેલ દિકરીઓના પરિવારજનો માટે સ્નેહમિલન સમારોહનુ આયોજન કરાયુ હતું. સુરતના રૂઘનાથપુરા ખાતે આવેલ શ્રી મોઢવણિકની વાડી ખાતે યોજાયેલ 15મા સ્નેહમિલન સમારોહમાં મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતાં. તો સમાજના શ્રેષ્ઠિવર્ય વિક્રમભાઈ રસિકલાલ શાહ તથા એમના ધર્મ પત્ની અમીબેન પરિવારજનો સાથે અમદાવાદથી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતાં. તો કાર્યક્રમ દરમિયાન સવારનાં નવકારસી, બપોરનું જમણ, સાંજની હાઈ ટી તથા સાંજનું જમવાનું રાખ્યુ હતું. અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળકો, યુવાનો અને વડીલો ભાગ લીધો હતો. ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ગૌરવભાઈ જોગી પોતાની રંગત જમાવી હતી. ત્યાર બાદ ગરબાની રમઝટ બોલાવાઈ હતી.
