મોરબીમાં રૂપિયા 11 કરોડથી વધુના ખર્ચે બનેલ અધ્યતન કમલમ

Featured Video Play Icon
Spread the love

મોરબીમાં રૂપિયા 11 કરોડથી વધુના ખર્ચે બનેલ અધ્યતન કમલમ
જિલ્લા કાર્યાલયનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ જશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોરબી જિલ્લામાં ભાજપના કમલમ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે ભાજપની સભાને સંબોધતા જણાવ્યું કે, આજે પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપનો જય જયકાર છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ જશે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે અમિત શાહે દેશભરમાં ભાજપના અત્યાધુનિક સુવિધાઓવાળા કાર્યાલયો બનાવવાનો સંકલ્પ કર્યો હતો. આ સંકલ્પ અંતર્ગત દેશના વિવિધ જિલ્લાઓમાં આવા કાર્યાલયો બન્યા છે, જેમાં મોરબીનું કમલમ કાર્યાલય પણ સામેલ છે. ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભાજપના કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે, ભાજપનું કાર્યાલય એ માત્ર ઓફિસ નથી, પરંતુ આપણું બીજું ઘર છે. તેમણે ફરીથી ભારપૂર્વક જણાવ્યું કે, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસ અને તેના સાથી પક્ષોના સો ટકા સૂપડા સાફ થઈ જશે.

મોરબી કમલમ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે અમિત શાહ સાથે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, સાંસદો પરષોત્તમ રૂપાલા, કેસરીદેવસિંહ ઝાલા અને પૂનમ માડમ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયા, પૂર્વ મંત્રીઓ જયંતિભાઈ કવાડિયા, બ્રિજેશભાઈ મેરજા અને મોહનભાઈ કુંડારીયા પણ હાજર હતા…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *