ડીજીના આદેશના 100 કલાક પૂર્ણ થતા સુરતમાં યાદી તૈયાર

Featured Video Play Icon
Spread the love

ડીજીના આદેશના 100 કલાક પૂર્ણ થતા સુરતમાં યાદી તૈયાર
દિલ્હીમાં બનેલી કાર બ્લાસ્ટ બાદ સુરત પોલીસ એક્શનમાં
2400 કરતા વધુ આરોપીનો ડોઝિયર તૈયાર કરવામાં આવશે.

દિલ્હીમાં બનેલી કાર બ્લાસ્ટ બાદ સુરત પોલીસ એક્શનમાં આવી હોય તેમ ડીજીના આદેશના 100 કલાક પૂર્ણ થતા સુરત પોલીસે ગુનેગારોની યાદી તૈયાર કરી છે.

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એકશનમાં આવી ગઈ છે. ત્યારે ગુજરાત પોલીસ વડા ડીજીપીના આદેશના 100 કલાક પુર્ણ થતા સુરત પોલીસ દ્વારા ગુનેગારોની યાદી તૈયાર કરાઈ છે. 30 વર્ષના હથિયાર ધારા હેઠળ, બનાવટી ચલણી નોટ, એક્સપલોઝીવ એકટ, ઉપરાંત અન્ય ટેરર એકટ, એનડીપીએસ એકટ અને ઓઇલ ચોરી હેઠળ નોંધાયેલા ગુનાના આરોપીની માહિતી તૈયાર કરાઈ છે. આ તમામ આરોપીના ડોઝિયર બનાવવામાં આવ્યું છે અને હાલમાં આરોપી કેવો દેખાય છે, તેની પાસે કેટલી પ્રોપટી છે, આરોપી ક્યાં રહે છે આ તમામ બાબતો ડોઝિયરમાં એકઠી કરાઈ છે. આરોપીના 3 એંગલથી અલગ અલગ ફોટો સહિતની તમામ વિગતો પોલીસ મેળવશે. જે આરોપી અન્ય રાજ્યોમાં ગયા છે તેમની માહિતી મેળવવા જે તે રાજ્યની પોલીસની પણ મદદ લેવાઈ રહી છે. 2400 કરતા વધુ આરોપીનો ડોઝિયર તૈયાર કરવામાં આવશે. હાલ 700 લોકોની વિગત લેવાઈ ગઈ છે અને અન્ય કામગીરી 2 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે.

ભૂતકાળમાં સુરતમાં અને અમદાવાદમાં બોમ્બ મૂકવામાં સંડોવાયેલા પર નજર રાખવામાં આવશે. આ ઈસમો કોને મળે છે અને શું-શુ પ્રવૃત્તિ કરે છે તે તમામ ગતિવિધિ પર પોલીસ નજર રાખી રહી છે. તમામ ડીસીપી, એસીપી સહિતનાં અધિકારીઓ આ કામગીરી કરી રહ્યા છે. જે આરોપી વોન્ટેડ છે તેમનાં ફોટો એઆઈ ડેટાબેઝમાં અપલોડ કરાયા છે. જેથી કેમેરા પણ આ આરોપીને ડિટેકટ કરી શકે અને આરોપી પકડાઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *