સુરત સચિનમાં બુલેટ ટ્રેનના પ્રોજેક્ટના ટ્રેકમાં ઉપયોગી લોખંડની ચોરી

Featured Video Play Icon
Spread the love

સુરત સચિનમાં બુલેટ ટ્રેનના પ્રોજેક્ટના ટ્રેકમાં ઉપયોગી લોખંડની ચોરી
લોખંડના સળીયા તથા લોખંડની એંગલની ચોરી કરનાર ચોર ઝડપાયો
રીઢા ચોર પેરીસ્વામી ચલમુથ્થુ પલ્લનનેને પોલીસે ઝડપી પાડ્યો

સુરતમાં બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં ટ્રેક બનાવવા ઉપયોગમાં લેવાતા લોખંડના સળીયા તથા લોખંડની એંગલની ચોરી કરનાર રીઢાને સચીન પોલીસે ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશર તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 અને નાયબ પોલીસ કમિશનર ઝોન 6 તથા મદદનીશ પોલીસ કમિશનર આઈ ડીવીઝનના માર્ગદર્શન હેઠળ સચીન પી.આઈ. પી.એન. વાઘેલાની ટીમ ના પીએસઆઈ એનડી ડામોર સહિતનાઓ પેટ્રોલિંગમાં હતી ત્યારે અ.હે.કો. ભરત તથા અ.પો.કો. નીતીનને મળેલી બાતમીના આધારે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં ટ્રેક બનાવવા ઉપયોગમાં લેવાતા લોખંડના સળીયા તથા લોખંડની એંગલની ચોરી કરનાર રીઢા પેરીસ્વામી ચલમુથ્થુ પલ્લનને 25 હજારની કિંમતના એંગલોની સાથે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *