આપ પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ ખેડૂતોના દેવા માફીની કરી માગ.
અમારી માગ છે કે ગુજરાતના ખેડૂતોની દેવા માફી કરવામાં આવે છે
વળતર નહીં મળે તો આમ આદમી પાર્ટી આંદોલન કરશે.
મહારાષ્ટ્રની ભાજપ સરકાર દ્વારા ખેડૂતોના દેવા માફ કરવાના નિર્ણય બાદ આપ નેતા ઈસુદાન ગઢવીએ ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરવા માટે અવાજ ઉઠાવયો.
ગુજરાતમાં ખેડૂતોની માઠી દશા બેઠી છે ત્યારે AAP પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ ખેડૂતોના દેવા માફીની માગ કરતા કહ્યું કે, ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોના ઉભા પાકને નુકશાન થયું છે. જગતનો તાત સરકાર પાસે સહાયની રાહ જોઈ રહ્યો છે. ખેડૂતોને એક તરફ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ સરકાર હજુ સર્વેના તાયફાઓ કરી રહી છે. અને મહારાષ્ટ્રમાં ભાજપ સરકાટે ખેડૂતોના દેવા માફ કરી દીધા છે. અને હવે આ મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ગુજરાત સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે મહારાષ્ટ્રની ભાજપ સરકાર ખેડૂતોના દેવા માફ કરવા જઈ રહી છે તો ગુજરાતની ભાજપ સરકાર ખેડૂતોના દેવા ક્યારે માફ કરશે ? તેમણે વધુમાં કહ્યું કે, મહારાષ્ટ્રની ભાજપ સરકાર કહે છે કે ખેડૂતોના દેવા માફ કરવાની જરૂર છે, તો ગુજરાતમાં તો ખેડૂતો આપઘાત કરી રહ્યાં છે, એમનું શું ?
શા માટે ભાજપના તાલુકા પ્રમુખ નક્કી કરે કે ક્યા ખેડૂતને વળતર મળશે ? ઈસુદાન ગઢવીએ કહ્યું કે, ગતરોજ એક ખેડૂતે દેવાના કારણે અને પાક નિષ્ફળ જવાના કારણે આત્મહત્યા કરી. ગુજરાત સરકારને તેમણે અપીલ કરી કે, તમે અહંકારી ન થાઓ અને ખેડૂતોના દેવા માફ કરો. તેમણે ખેડૂતો માટે સવાલ ઉઠાવતા કહ્યું કે, શું એક કરોડથી વધુ ખેડૂતોની ભાજપને શું ચિંતા જ નથી ? જે ખેડૂતોને નુકસાન થયું છે તેમને વળતર નહીં મળે તો આમ આદમી પાર્ટી આંદોલન કરશે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
