શિરડીથી પરત ફરતા સુરતના યુવકોને અકસ્માત નડ્યો

Featured Video Play Icon
Spread the love

શિરડીથી પરત ફરતા સુરતના યુવકોને અકસ્માત નડ્યો
ત્રણનાં મોત અને બે ગંભીર ઈજાગ્રસ્ત

સુરતથી શિરડી દર્શન કરી પરત ફરી રહેલા યુવાનોની કારને અકસ્માત નડતા સાત યુવાનોમાંથી ત્રણના મોત નિપજ્યા હતા જ્યારે બેની હાલત ગંભીર છે.

સુરતના 7 યુવાનો મહારાષ્ટ્રના શિરડી ખાતે દર્શન કરીને પરત વતન ફરી રહ્યાં હતા ત્યારે સુરત સ્કૂલ બસ કોન્ટ્રાક્ટર વિક્રમ ઓસવાલે ફોર્ચ્યુનર કાર પરથી કાબૂ ગુમાવતાં કાર પલટી મારી ગઈ હતી. જેમાં બે યુવાનનાં ઘટના સ્થળે જ મોત થયાં હતાં. જ્યારે એકનું સારવારમાં લઈ જતી વખતે રસ્તામાં મૃત્યું થયું હતું. ચાર યુવકને ઈજા થતાં સારવાર માટે નાસિકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં 2ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ત્રણ મૃતકોમાં લેબર કોન્ટ્રાક્ટર પ્રણવ દેસાઈ, મિત્ર પલક કાપડિયા અને વિક્રમ ઓસ્વાલના સ્ટાફના સભ્ય સુરેશ સાહુનો સમાવેશ થાય છે. આ કારમાં વિક્રમ ઓસવાલના અન્ય મિત્રો જેમાં કાર એજન્ટ વિપીન રાણા અને એક એકાઉન્ટન્ટ સહિત સ્ટાફના અન્ય સભ્યો પણ હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *