સુરતની યુફોરિયા હોટલમાં પાણીમાં પડતાં બાળકનું મોત
માતા-પિતા સહિતના પરિવારજનો પર આભ તુટી પડ્યુ
15 મીનીટ સુધી બાળક પાણીમાં રહેતા મૃત્યુ પામ્યો
સુરતના પાલ વિસ્તારમાં આવેલ હોટલ યુફોરિયામાં પાણીમાં પડી જતા એક દોઢ વર્ષના બાળકનુ મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે.
સુરતમાં વારંવાર કરૂણાંતિકા સર્જાતી હોય છે ત્યારે પાલ વિસ્તારમાં સર્જાયેલી કરૂણાંતિકા માતા-પિતા અને સમાજ માટે ચોંકાવનારી છે. વાત એમ છે કે પાલ વિસ્તારમાં આવેલ યુફોરિયા હોટલમાં વિજયભાઈ નામના ઈસમ પત્નિ અને પુત્ર સાથે જમવા ગયા હતા ત્યારે માતા પિતા જમી રહ્યા હતા તે સમયે દોઢ વર્ષનો બાળક હોટલના વોટર પોન્ડમાં પડી જતા 15 મીનીટ સુધી બાળક પાણીમાં રહેતા મૃત્યુ પામ્યો હતો. હાલ તો બાળકના મોતને લઈ પોલીસે ગનો નોંધી તપાસ હાથ ધરી છે જ્યારે માતા-પિતા સહિતના પરિવારજનો પર આભ તુટી પડ્યુ હતું.
