અમરેલી : અગિયારસનું ભવ્ય આયોજન કરાયું
ટીંબી ગામ પાસે શીતળા મંદિર ખાતે ભવ્ય આયોજન કરાયું
કાર્યક્રમમાં અનેક મહાનુભાવો બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા
અમરેલી જીલ્લાના જાફરાબાદ તાલુકાના ટીંબી ગામ પાસે આવેલા શીતળા મંદિર ખાતે આજે જલ જીલણી અગિયારસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું….
જાફરાબાદ ના ટીંબી પાસે આવેલા શાણા વાંકીયા. રોડ ઉપર શીતળા માતાજીના મંદિર પાછળ આવેલ રૂપેણ નદીના ડેમ ખાતે જલ જીલણી અગિયારસની ભવ્ય ઉજવણી કરાઈ હતી.આ ઉત્સવનું આયોજન સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન શાખા ઉના ગુરુકુળ દ્રારા કરવામાં આવ્યું હતું. જળજીલણી અગિયારસના દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મહંત દ્વારા સરસ મજાનું આયોજન કરાયું હતું. જેમાં સુરત ગુરુકુલ થી શ્રી પ્રભુસરણ દાસ સ્વામી તથા ધૂન વાળા નારાયણ સ્વામીએ આ ભવ્ય ઉત્સવમાં હાજરી આપી હતી. આ જળજીલણી .અગિયારસના દિવસે ડેમ ખાતે પાણીમાં હોડી ને શણગારીને સંતો મહંતો દ્વારા પૂજા પાઠ કરવામાં આવ્યા હતા. તેમજ આ તકે ડેમમાં સુંદર મજાનો નજારો જોવા મળ્યો હતો.ટીંબીના શીતળાઈ માતાજીના મંદિર ખાતે જલ જલજીલણી અગિયારસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામી નારાયણ ગુરુકુળ તરવડા ના બાળકો દ્વારા કરવામાં આવેલ સાંસ્કૃતિક કાર્યક્રમ આકર્ષણનુ કેન્દ્ર બનેલ હતુ.સ્વામીનારાયણના સંતો મહંતો તેમજ રાજકીય આગેવાનો નાગેશ્રી પોલીસ સ્ટેશનના p.s. i. ચાવડા. તથા પોલીસ સ્ટાફ પત્રકાર મિત્રો અને આસપાસના હરિભગતો હાજર રહેલ હતા અને બહોળી સંખ્યામાં લોકોએ કાર્યક્રમનો લાભ લીધેલ હતો..
