વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી પટેલનું નિવેદન.

Featured Video Play Icon
Spread the love

વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી પટેલનું નિવેદન.
પાટીદારોને ત્રણથી ચાર બાળકો પેદા કરવા આપ્યું નિવેદન.
પાટીદારોમાં ભૃણહત્યાનું ચલણ હતું જે હવે નહીં રહ્યું
પાટીદારોમાં ‘વન ચાઈલ્ડ’ અને ‘નો ચાઈલ્ડ’નો ટ્રેન્ડ ઘાતક

નખત્રણામાં પાટીદાર વિદ્યાર્થી ભવન ખાતે કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.

સમાજનું સંખ્યાબળ ઘટતું જાય છે અને એના કારણે આપોઆપ સામાજિક તાકાત અને રાજકીય શક્તિ પણ ઘટતી જાય છે તથા અસ્તિત્વ માટે લડવું પડે એવી ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ રહી છે, એ બાબતે ચિંતા વ્યક્ત કરી ઓછામાં ઓછા ત્રણથી ચાર બાળક પેદા કરવા જોઇએ એવું વિવાદાસ્પદ નિવેદન કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે આપ્યું છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે સમાજમાં ભ્રૂણ હત્યાનું દૂષણ બંધ થયા બાદ ‘વન ચાઇલ્ડ’નો એક નવો ટ્રેન્ડ ચાલુ થયો છે અને કેટલાક પરિવારે તો ‘નો ચાઇલ્ડ’નો ટ્રેન્ડ શરૂ કર્યો છે. સમાજની ઘટતી જતી વસતિ વચ્ચે અસામાજિક તત્ત્વો દ્વારા જમીન અને મિલકતના જે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે એ સામે સમાજ સંગઠિત થઈને નહીં લડે તો આપણી સંપત્તિ અને જમીન જતાં વાર નહીં લાગે, જોકે આ નિવેદન બાદ વિવાદ થયો છે. હવે તેમને શરદી-ઉધરસ અને ઊલટી થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે પાટીદારોની વસ્તી ઘટી રહી છે કે કેમ તેવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે જ્યાં શિક્ષણ અને સાક્ષરતાનો અભાવ છે ત્યાં વસ્તી વધી રહી છે અને જ્યાં શિક્ષણ અને સાક્ષરતા છે ત્યાં વસ્તી નિયંત્રિત થઈ રહી છે.

પાટીદારોની વસ્તી ઘટી નથી. જ્યારે રાજકીય વર્ચસ્વ ઘટવા બાબતે તેમણે જણાવ્યું હતું કે વસ્તી વધવાથી રાજકીય વર્ચસ્વ વધતું નથી. પરંતુ તેના માટે બૌદ્ધિક ક્ષમતા વધારવી ખૂબ જ જરૂરી હોય છે. હાલ મોંઘવારી ખૂબ જ વધી રહી છે સરકાર તેને નિયંત્રણ લાવવામાં નિષ્ફળ ગઈ છે સરકારી શાળાઓ અને હોસ્પિટલોને બદલે ખાનગી શાળાઓ અને હોસ્પિટલોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે જેથી મોંઘવારી ચોક્કસપણે વધી છે. આ પ્રકારની પરિસ્થિતિમાં આર્થિક રીતે સક્ષમ પાટીદાર સમાજના પરિવારે પોતાના ફેમિલી પ્લાનિંગ મુજબ બાળકો પેદા કરવા જોઈએ નહીં કે સમાજના કોઈ આગેવાન કહે એ રીતે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *