સુરત : પાલિકાની શિક્ષણ સમિતિની સામાન્ય સભા મળી
શાળાના સફાઈ તેમજ અંગ્રેજી માધ્યમના શિક્ષકોના મુદ્દા મહત્વના રહ્યા
સુરત મહાનગર પાલિકાની શિક્ષણ સમિતિની સામાન્ય સભા સોમવારે મળી હતી જેમાં શાળાના સફાઈ તેમજ અંગ્રેજી માધ્યમના શિક્ષકોના મુદ્દા મહત્વના રહ્યા હતાં.
સુરત મહાનગર પાલિકાની શિક્ષણ સમિતિની આજે સામાન્ય સભા મળી હતી જે સામાન્ય સભામાં શાળાના સફાઈ તેમજ અંગ્રેજીના શિક્ષકના મુદ્દાઓ મહત્વના રહ્યા હતાં. તો આક્ષેપો કરાયા હતા કે 100 વર્ષ મનપાની શિક્ષણ સમિતિના પૂરા થશે છતાં કાયમી શાસનાધિકારી કચેરીમાં નથી અને એક તરફ અંગ્રેજી ભાષાના શિક્ષકોની અછત છે તો બીજી તરફ ખાનગી એજન્સી દ્વારા વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષાનું નોલેજ આપવામાં આવે છે. અંગ્રેજી વિષયના શિક્ષકોની ભરતીના બદલે ધોરણ ત્રણ થી છ ના 6000 વિદ્યાર્થીઓને ખાનગી સંસ્થા દ્વારા અંગ્રેજી શીખવાશે. ઈન્ચાર્જ શાસન અધિકારી નિમિને કામ કરાવવામાં આવે છે ઉપરાંત શિક્ષણ સમિતિમાં 69ની જગ્યા પર 28 કર્મચારીઓથી જ કામ ચલાવવામાં આવે છે. 28માંથી સાત જેટલા નિરીક્ષક છે જેથી કરીને તેઓ પોતાનો સમય સમિતિની કચેરીમાં આપી શકતા નથી એટલે 21 કર્મચારી 69 લોકોનું કામ કરી રહ્યા છે તેમ જણાવાયુ હતું.
