સુરતના જુદાજુદા વિસ્તારોમાં મોબાઈલ સ્નેચિંગ

Featured Video Play Icon
Spread the love

સુરતના જુદાજુદા વિસ્તારોમાં મોબાઈલ સ્નેચિંગ
જતીનકુમાર ઉર્ફે પેપર પ્રજાપતિ અને સચિતાનંદ ઉર્ફે રાજ પાસવાનને ઝડપ્યા
રીઢાઓને ઝડપી પાડી બે ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુરતના જુદાજુદા વિસ્તારોમાંથી મોબાઈલ સ્નેચિંગ કરતા રીઢાઓને ઝડપી પાડી બે ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતાં.

સુરત પોલીસ કમિશનર દ્વારા સુરતમાં બનતા વણશોધાયેલા ગુનાઓ પર અંકુશ લાવવા અને વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા સુચના અપાતા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઈમ તથા નાયબ પોલીસ કમિશનર ક્રાઈમ બ્રાન્ચના નેજા હેઠળ ટીમો પેટ્રોલિંગમાં હતી ત્યારે જનરલ સ્કવોડની ટીમે બાતમીના આધારે અઠવાલાઈન્સ પાસેથી બે રીઢા સ્નેચરો જતીનકુમાર ઉર્ફે પેપર પ્રજાપતિ અને સચિતાનંદ ઉર્ફે રાજ પાસવાનને ઝડપી પાડી તેઓ પાસેથી બે મોબાઈલ તથા એક મોપેડ કબ્જે કરી હતી. તો રીઢાઓની પુછપરછ કરતા તેઓએ લિંબાયત અને પુણા પોલીસ મથકની હદમાંથી મોબાઈલ સ્નેચીંગ કર્યા હોવાની કબુલાત કરતા ક્રાઈમ બ્રાન્ચે તેઓની વધુ પુછપરછ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *