સુરતમાં ધોરણ-12માં ભણતા યુવકે ટૂંકાવ્યું જીવન,
પિતાએ ઠપકો આપતા દીકરાએ મોત વ્હાલું કર્યું
સુરત શહેરના પાંડેસરા વિસ્તારની ઘટના
સુરતમાં આપઘાતના વધી રહેલા બનાવો વચ્ચે પાંડેસરામાં વિદ્યાર્થીએ પિતાએ આપેલા ઠપકાથી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
સુરતમાં રોજેરોજ આપઘાતના બનાવો બને છે ત્યારે વિદ્યાર્થીઓ પણ હવે ઠપકાને લઈ આપઘાત કરતા હોવાનું ફરી સામે આવ્યુ છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારના વિદ્યાર્થીને મોબાઈલ જોવાને લઈ તેના પિતાએ ઠપકો આપ્યો હતો. સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સત્યમને પિતાએ ભણવામાં ધ્યાન આપવાનુ કહી ઠપકો આપતા વિદ્યાર્થી સત્યમએ આવેશમાં આવી પોતાના ઘરે જ આપઘાત કરી લીધો હતો. જેને લઈ પરિવારજનો પર આભ તુટી પડ્યુ હતું. તો બનાવની જાણ થતા પોલીસે સ્થળે દોડી જઈ લાશનો કબ્જો લઈ તપાસ હાથ ધરી હતી.
