સુરતમાં ખાડીપૂરને લઈ ખાડી પહોળી કરવા વરાછાની સોસાયટીમાં ડિમોલિશન.

Featured Video Play Icon
Spread the love

 

સુરતમાં ખાડીપૂરને લઈ ખાડી પહોળી કરવા વરાછાની સોસાયટીમાં ડિમોલિશન.
જવાહરનગર સોસાયટીમાં ગેરકાયદેસર 6 મિલકતનું ડિમોલિશન કરાયું.

સુરતમાં ખાડી કિનારે મોટા પાયે પાલિકા દ્વારા ડિમોલીશન હાથ ધરાયુ હતું. સુરતના વરાછા જવાબહર નગર ખાતે બીજા દિવસે પણ ગેરકાયદેસર ઉભી કરાયેલી મિલ્કતો પર પાલિકા દ્વારા હથોડા ઝિંકાયા હતાં.

સુરતમાં દર વર્ષે ખાડી પુરની સમસ્યા સર્જાઈ રહી હોય જેને લઈ હવે પાલિકા દ્વારા ખાડી કિનારે આવેલા દબાણો અને ગેરકાયદે બાંધકામો પર હથોડા ઝિંકવાનુ શરૂ કર્યુ છે. ત્યારે સુરતમાં વરાછા જવાહર નગર સોસાયટી ખાતે બીજા દિવસે પણ ખાડી કિનારે પાલિકા દ્વારા મોટી કાર્યવાહી કરાઈ હોય તેમ અલગ અલગ છ મિલ્કતોનુ ડિમોલીશન હાથ ધરાયુ હતું. તો ડિમોલીશન સમયે કોઈ વિરોધ ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. 150 જેટલા પોલીસ કર્મચારીઓ જેમાં 5 પીઆઈ, એસીપી, ડીસીપી સહિતના અધિકારીઓ જોડાયા હતા તો પાલિકા અને ટોરન્ટ અધિકારીઓ અને કર્મચારીઓ પણ હાજર રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *